અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા AI ટેકનોલોજીનો કરાશે ઉપયોગ, 400 ટ્રાફિક જંક્શનો ACTS સિસ્ટમથી સજ્જ કરાશે
અમદાવાદમાં ટ્રાફિક જંક્શનો ઉપર વધતા જતા ટ્રાફિકના જંક્શનને ઘટાડવા 400 એડેપ્ટીવ ટ્રાફિક

અમદાવાદમાં ટ્રાફિક જંક્શનો ઉપર વધતા જતા ટ્રાફિકના જંક્શનને ઘટાડવા 400 એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ આધારીત કરાશે. એક વખત ગ્રીન સિગ્નલ મળ્યા પછી આગળના ટ્રાફિક જંક્શન ઉપર પણ ગ્રીન સિગ્નલ મળશે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક સિગ્નલોની કાર્યક્ષમતામાં સુધારો કરાશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા ટ્રાફિક સિગ્નલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અમલમાં મુકવા કાર્યવાહી શરૂ કરી છે. AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમામ સિગ્નલોને સેન્ટ્રલ સર્વર સાથે જોડાશે. એડેપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અંતર્ગત જુદી જુદી સિસ્મો જેવી કે વ્હીકલ ડીટેક્શન સેન્સર, ઇન્ટેલીજન્ટ એન્ડ કનેક્ટેડ એટીસીએસ કંટ્રોલર,કોમ્યુનિકેશન નેટવર્ક, સેન્ટ્રલ સર્વર સાથે જંક્શન ઉપર ટ્રાફિકની પરિસ્થિતિ ઉપરાંત કોરિડોર અને વિસ્તારની પરિસ્થિતિ વગેરેને સંકલિત કરાશે. જેથી ટ્રાફિકની સ્થિતિ ઉપર વાસ્તવિક સમયનો ડેટા પુરો પાડી ટ્રાફિકની સ્થિતિ જાણી શકાશે. એટીસીએસ આધારીત સિગ્નલ ફંક્શનમાં મુકવા જરૂરી સર્વે કરી ડીટેઇલ પ્રોજેક્ટ રીપોર્ટ તૈયાર કરવા KPMG ADVISORY SERVICES પ્રા.લી.ની કન્સલ્ટન્ટ તરીકે નિમણૂંક કરાઇ છે.
આ ટેકનોલોજીથી ક્યા લાભ થશે?
- ટ્રાફિક સિગ્નલોની કાર્યક્ષમતા વધશે, સિગ્નલો ઉપર ઉભા રહેવાનો સમય ઘટશે.
- સિગ્નલો સિન્ક્રોનાઇઝ હોવાથી ઝડપી પરિવહન શક્ય બનશે.
- ઇંધણ, બળતણનો વપરાશ ઘટશે, અકસ્માત ઘટશે.
- ટ્રાફિક નિયમનો ભંગ કરનારને દંડ કરવામાં સરળતા રહેશે.
- એમ્બ્યુલન્સ કે ઇમરજન્સી વાહનોને ગ્રીન કોરિડોર મળી રહેશે.
- વી.આઇ.પી.મુવમેન્ટમાં સરળતા રહેશે, એર તથા નોઇસ પોલ્યુશન ઘટશે.






