મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદી ખૈલેયાઓની બગડી શકે છે મજા! આજથી 4 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં 27મી સપ્ટેમ્બર, આજથી પલટો આવે અને 4 દિવસ ગાજ

અમદાવાદી ખૈલેયાઓની બગડી શકે છે મજા! આજથી 4 દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

અમદાવાદના વાતાવરણમાં 27મી સપ્ટેમ્બર, આજથી પલટો આવે અને 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના છે. વરસાદની સંભાવનાને પગલે ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મૂકાઈ ગયા છે. હવામાન વિભાગ અનુસાર, 27મી સપ્ટેમ્બર, શનિવારે વરસાદની સંભાવના નથી. અલબત્ત, રવિવારે બપોર બાદ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં બુધવાર સુધી હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી સંભાવના છે. 

આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ અનુસાર, 27મી સપ્ટેમ્બર, રવિવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે 28મી સપ્ટેમ્બર, સોમવારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જ્યારે મંગળવારે અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, વાપી, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.   

અમદાવાદમાં 26મી સપ્ટેમ્બર, શુક્રવારે દિવસ દરમિયાન 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. વરસાદની સંભાવનાને પગલે રવિવારથી તાપમાન 32 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.

ચોમાસાની વિદાય ટાણે જ વરસાદી માહોલ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 111% વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ કચ્છમાં 131% અને ઉત્તર ગુજરાતમાં 119% વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 117%, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113% અને સૌરાષ્ટ્રમાં 96% વરસાદ પડ્યો છે. હવે ચોમાસાની વિદાય ટાણે જ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં મેઘરાજાએ જમાવટ કરી છે.

આ સમાચાર શેર કરો