Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'You are throwing dust in the eyes of the court', High Court

Ahmedabad news: 'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો', ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: 'તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખી રહ્યા છો', ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલે હાઈકોર્ટ લાલઘૂમ
સોર્સ : Google

ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 21 વ્યકિતના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.  ચીફ સેક્રેટરીએ હાઇકોર્ટમાં સોંગદનામું રજૂ કર્યુ હતુ. તેમણે દુર્ઘટના માટે દોષનો ટોપલો લેબર વિભાગના અધિકારી પર ઢોળ્યો હતો. જેમાં બ્લાસ્ટ માટે 7 અધિકારીની બેદરકારી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે હાઈકોર્ટે સરકારને ખખડાવતા જણાવ્યું કે, 'ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની મોનિટરિંગમાં પણ શુ તપાસ કરી તેની કોઈ વાતો કરતા નથી. તમે કોર્ટની આંખોમાં ધૂળ નાખો છો.' હવે આ મામલે આગામી સુનાવણી સુનાવણી 3જી જુલાઈના રોજ થશે.

App Store

ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટે સરકારને ખખડાવી

હાઈકોર્ટે સરકારને અનેક સવાલો કરવાની સાથે ટકોર કરી હતી કે, 'તમે દુર્ઘટના બાદ શુ તપાસ કરી, કોની સામે પગલા લીધા, કોણ ફેક્ટરીની નિયમિત ચકાસણી નહોતુ કરતુ.? તમે તમારા વહીવટી વિભાગના કે ગૃહ વિભાગના અધિકારીઓ સામે કોઇ પગલા કેમ નથી લીધા? 34 ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તે કોની રહેમરાહે ચાલતી હતી? તેના પર તમારા અધિકારીઓની કોઇ જવાબદારી નથી? તમે માત્ર બાળમજૂરોની વાત કરો છો, પણ તેના સિવાયના લોકો માટે મામલતદાર કે ગૃહવિભાગના અધિકારીની કોઈ જવાબદારી જ બનતી નથી? તમે કોઇ ઇન્સપેકશન કેમ નથી કર્યુ? 38 ફટાકડાની ફેક્ટરી કોની મંજૂરીથી ધમધમતી હતી, તેની તપાસ કેમ નથી કરી?'

ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના રિપોર્ટ સામે હાઈકોર્ટની નારાજગી 

હાઈકોર્ટે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે રજૂ કરેલા સોંગદનામાને રિજેક્ટ કરી દીધુ હતુ. જ્યારે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીના જવાબને પણ અસ્પષ્ટ ગણાવીને તેને સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. 

હાઈકોર્ટે ટકોર કરતાં વધુમાં જણાવ્યું કે, 'અમને તમારા ખુલાસા નહીં પણ નક્કર તપાસના કારણો જોઈએ છે. તમે હાઈકોર્ટના આદેશને જાણીજોઈને અવગણી રહ્યા છો. હાઈકોર્ટને જવાબ આપતા પહેલા વિચારજો. તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો છો, તેને ચોક્કસ સમય માટે આપવાનું હોય છે તમે એક વખત આપી દો પછી તપાસ જ નથી કરતા? '

જો સરકારી અધિકારીઓ પોતાની ફરજ ચોક્સાઈથી નિભાવે તો દુર્ઘટના બને નહીં: હાઈકોર્ટ

તમે ફટાકડાની ફેક્ટરીને લાયસન્સ આપો પછી તેનું સમયાતંરે પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કેમ નથી કરતા? જો સરકારી અધિકારીઓ પોતાની ફરજ ચોક્સાઇથી નિભાવે તો દુર્ઘટના બને જ નહીં.