VIDEO : અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ, BJ મેડિકલ કોલેજમાં મૃતકોને અપાઈ શ્રદ્ધાંજલિ
અમદાવાદના ભયાનક પ્લેન ક્રેશને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, હોસ્પિટલના અધિકારીઓ તેમજ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે દર્શનાબેન વાઘેલાએ તે કાળમુખા દિવસની યાદો તાજી કરતાં જણાવ્યું કે, ધડાકાભેર અવાજ સાંભળ્યા બાદ તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં વિનાશના દ્રશ્યો જોઈ તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે કહ્યું કે મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવી અને DNA ટેસ્ટ અંગે સમજાવવું તેમના જીવનના સૌથી કઠિન અનુભવોમાંનું એક હતું. તેમણે બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓ, સ્વયંસેવકો અને સંસ્થાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

