Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Videos of private check-ups of women in Gujarat hospital posted on YOUTUBE

રાક્ષસી કૃત્ય: ગુજરાતની હોસ્પિટલમાં મહિલાઓના ખાનગી ચેકઅપના વીડિયો YOUTUBE પર મૂક્યા

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2025
લાઇવ ટીવીGoogle News
રાક્ષસી કૃત્ય: ગુજરાતની હોસ્પિટલમાં મહિલાઓના ખાનગી ચેકઅપના વીડિયો YOUTUBE પર મૂક્યા

સાયબર ફ્રોડને લગતી અનેક ઘટનાઓ વિશે તમે અત્યાર સુધીમાં સાંભળ્યું હશે. જેમાં કોઈ લિંક પર ક્લિક કરાવીને બેંકના ખાતામાંથી પૈસા ઉપાડી લેવા, કે પછી ડીજીટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવી લેવા, કોઈના અંગત ફોટો કે વીડિયો પોસ્ટ કરીને બદનામી કરવી કે પછી શારીરિક કે આર્થિક લાભ મેળવવો. 

App Store

પણ તાજેતરમાં જે ઘટના સામે આવી છે એ સમગ્ર માનવતાને શર્મસાર કરી મુકે એવી છે. જી હાં, ડોક્ટર પાસે સારવાર કરાવવા જતી મહિલાઓના ચેકઅપ દરમિયાનના સીસીટીવી ફુટેજને કોઈ યુટ્યુબ પર મુકી રાક્ષસી કૃત્ય કરતું હોવાનું જાણવા મળતા ચકચારી મચી ગઈ છે.  

Megha Mbbs (@MeghaMbbs-m5j) નામથી ચાલી રહેલા આ યુટ્યુબ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં 7 જેટલા સીસીટીવી ફુટેજના વીડિયો અપલોડ કરવામા આવ્યા છે. આ વિકૃતિભર્યું કૃત્યુ જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા છે. જેનો સોશિયલ મીડિયા પર વિરોધ જોવા મળી રહ્યો છે.

સોશિયલ મીડિયા એક્ષ (x-ટ્વિટર) પર લોકો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. ડોક્ટર પાસે સારવાર માટે ગયેલી બહેન-દીકરીઓના આ પ્રકારે વીડિયો અપલોડ કરવાનું જે રાક્ષસી કૃત્ય કરવામા આવ્યું છે તેની સાયબર ક્રાઈમ વિભાગે નોંધ લેવી જોઈએ અને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ.

જે પ્રકારે આ ઘટના સામે આવી છે, એ જોતા ગુજરાતની કેટલી હોસ્પિટલોના વીડિયો લીકેજ થયા હશે એ ચિંતાનો વિષય બન્યો છે. રાજ્યના ગૃહવિભાગે પણ આ ઘટનાની નોંધ લઈને ખૂબ જ વિકૃતિ ભરેલા કૃત્યને અટકાવવું જોઈએ અને આરોપીને પકડીને કડકમાં કડક સજા કરાવવાની દિશામાં કામ કરવું જોઈએ.