VIDEO: અમદાવાદના વટવામાં વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી
સોર્સ : gstv
અમદાવાદના રામોલહાથીજણ વોર્ડમાં પહેલા જ વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. વટવા વિસ્તારમાં આવેલા જાનીયાપીરના ટેકરા પાસે અચાનક મોટો ભુવો પડવાની સાથે રોડ તૂટી જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની શરૂઆતમાં જ માર્ગોની આવી બિસ્માર હાલતને લીધે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

