VIDEO: વિરમગામમાં મેગા દબાણ હટાવ ઝુંબેશ શરૂ
સોર્સ : GSTV
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે સ્ટેટ હાઈવે-૧૭ પર પ્રોજેક્ટની કામગીરીને વેગ આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. હાઈવે વિસ્તૃતિકરણના માર્ગમાં નડતરરૂપ બનતા ગેરકાયદેસર બાંધકામો, કાચા-પાકા શેડ અને કેબિનોને જેસીબી મશીનોની મદદથી તોડી પાડવામાં આવ્યા છે. આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી અધિકારીઓ સહિત સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. આ ફોર-લેન હાઈવે પ્રોજેક્ટથી વિરમગામ અને આસપાસના વિસ્તારોની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ કડક રીતે ચાલુ રાખવામાં આવશે.

