Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 'Mawtha' disaster in Gujarat: Rainy weather in many districts due to Western Disturbance

VIDEO: ગુજરાતમાં 'માવઠા'ની આફત: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રી થવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની અસરને કારણે રાજ્યના વાતાવરણમાં મોટો ફેરફાર નોંધાયો છે. જોકે છેલ્લા 24 કલાકમાં ક્યાંય વરસાદ પડ્યો નથી, પરંતુ આગામી દિવસો માટે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

App Store

ક્યાં અને ક્યારે પડશે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મહત્ત્વના જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકી શકે છે. 

આગામી તારીખો: 30 માર્ચે એટલે કે, સોમવારે રાજ્યના છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ત્યારબાદ 2 અને 3 એપ્રિલે ફરીવાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

પવનની ગતિ અને તાપમાનમાં ફેરફાર
વરસાદની સાથે પવનનો જોર પણ વધશે. રાજ્યમાં 30થી 40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે. આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે.

અમદાવાદ અને ગાંધીનગરની સ્થિતિ
અમદાવાદ: શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહેવાની સંભાવના છે. પાટનગ ગાંધીનગરમાં તાપમાન 36 ડિગ્રી સુધી નીચું જઈ શકે છે, જેનાથી બપોરના સમયે ગરમીનો અનુભવ ઓછો થશે.