VIDEO/ IPL-2026 ફાઇનલ: ક્રિકેટ ફેન્સ માટે મોડી રાત્રે 1 વાગ્યા સુધી દોડશે BRTS બસો
સોર્સ : GSTV
રવિવારે આઈપીએલ-2026ની ફાઈનલ મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રોમાંચક મહામુકાબલો થવાનો છે. આ મેચના રોમાંચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રવિવારે ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ આવવા-જવા માટે BRTS ની વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. મેચ રવિવારે સાંજે 7:30 કલાકે શરૂ થવાની હોવાથી મુસાફરોની સગવડ માટે BRTS બસની સુવિધા સવારે 6 વાગ્યાથી લંબાવીને મોડી રાત્રે 1 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. જેમાં રૂટીન 36 બસોની સાથે વધુ 16 એક્સ્ટ્રા બસો મળીને કુલ 52 બસો દોડાવાશે. બપોરે 3:30 કલાકથી મેચ પૂર્ણ થાય ત્યાં સુધી 11 રેગ્યુલર બસોને ડાયવર્ટ કરીને સીધી વિસત જંકશન સુધી દોડાવવામાં આવશે.

