Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: How much rain has fallen in Gujarat in the last 24 hours, see the statistics, red alert of extremely heavy rain in 7 districts

VIDEO: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, જોઇ લો આંકડા, 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
VIDEO: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો, જોઇ લો આંકડા, 7 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ
સોર્સ : gstv

All Gujarat Rain and Weather Updates : ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભલે મેઘરાજાની મોડી પધરામણી થઇ પણ ગઇકાલે લગભગ 107 તાલુકામાં મેઘમહેર નોંધાતા ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ગરમીથી મહદઅંશે રાહત મેળવી હતી. જોકે સૌથી વધુ વરસાદ ગુજરાતના સુરત, વલસાડ, જૂનાગઢ અને ગીર સોમનાથ પર મેઘરાજાએ કૃપા વરસાવી હતી.

App Store

સુરત-વલસાડના અનેક તાલુકામાં સરેરાશ 7 ઈંચ જેટલો વરસાદ

સુરત અને વલસાડના વરસાદની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સુરતના પલસાણામાં 7.99 ઈંચ, બારડોલીમાં 7.76 ઈંચ, મહુવામાં 7.52 ઈંચ, અંબિકામાં 6.46 ઈંચ, ઉમરપાડામાં 4.72 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડના ઉમરગામમાં 7.72 ઈંચ, વાપીમાં 7.44 ઇંચ અને પારડીમાં 4.45 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે બંધે જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

નર્મદા ડેમમાં નવા નીર... સામે આવી મહત્ત્વની અપડેટ

નર્મદામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં નવા નીરની આવક શરૂ થઇ છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદના દોરને પગલે હાલમાં ડેમમાં 39315 ક્યુસેક પાણીની આવક થઈ છે. હાલમાં સરદાર સરોવર ડેમની સપાટી 126.17 મીટરે પહોંચી ગઇ છે. 

આગામી 3 કલાક 7 જિલ્લા માટે ભારે, વરસાદનું રેડ એલર્ટ જાહેર

આગામી 3 કલાક 7 જિલ્લા માટે ભારે, વરસાદનું રેડ એલર્ટ જાહેર

પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ અને સુરતમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે 10 થી 1 વાગ્યા માટે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

દીવમાં પણ મેઘરાજાની પધરામણી

તાપીના વ્યારામાં ગરનાળામાં એક ફૂટ જેટલા પાણી ભરાયા

નવસારીમાં ભારે વરસાદ બાદ 6 રસ્તા બંધ, વાહનચાલકો મુશ્કેલીમાં

સુરતમાં ડિંડોલી રોડ પર મોટો ભૂવો પડ્યો

સુરતમાં ડિંડોલી રોડ પર મોટો ભૂવો પડ્યો

બીજી બાજુ સુરતના ડિંડોલીમાં રોડ પર મોટો ભૂવો પડ્યો છે. જેના કારણે લોકોને ખાસ કરીને વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. 

જૂનાગઢ પર મેઘરાજા મનમૂકીને વરસ્યા

જૂનાગઢમાં પણ આજે સવારના બે કલાકમાં જ વંથલીમાં 1.73 ઈંચ વરસાદ સિવાય જૂનાગઢ તાલુકામાં 0.83 અને જૂનાગઢ સિટીમાં 0.83 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે સુરતના પલસાણામાં આજે સવારના બે કલાકમાં અડધો ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે જામનગરના જોડિયામાં એક ઈંચ જેટલો વરસાદ થવા આવ્યો છે. 

આજે પણ હવામાન વિભાગની આગાહી

આજે પણ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓથી લઇને અમદાવાદ સુધીમાં વરસાદની આગાહી કરી છે. કુલ 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો બે જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

2 કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો ગીર સોમનાથમાં

મેઘરાજાએ ધોધમાર બેટિંગ યથાવત્ રાખતા આજે ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં માત્ર બે કલાકના ગાળામાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે કોડીનારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ જૂનાગઢ જિલ્લામાં પણ વંથલી તાલુકામાં 1.73 ઈંચ જેટલી મેઘમહેર સવારના બે કલાકના ગાળામાં જોવા મળી હતી. જેના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા.  

ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ જોઇ લો

ગુજરાતમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ સુરત અને વલસાડ જિલ્લામાં નોંધાયો હતો.