VIDEO : અમદાવાદના ગોમતીપુરમાં છેડતી કરનાર લુખ્ખાઓને યુવતીએ ઝીંક્યો લાફો
સોર્સ : gstv
અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પોતાના મામાના ઘરે એકલી જઈ રહેલી ૨૧ વર્ષીય યુવતીને રસ્તામાં આંતરીને એક્ટિવા સવાર ૩ ટપોરીઓએ જાહેરમાં બિભત્સ ટિપ્પણી કરી છેડતી કરી હતી. જોકે, આ હિંમતવાન યુવતીએ ડર્યા વગર એક શખ્સને જાહેરમાં જ જોરદાર લાફો ઝીંકી દીધો હતો. લાફો મારતા જ ઉશ્કેરાયેલા ટપોરીઓએ યુવતીને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ દરમિયાન યુવતીએ બુમાબુમ કરતા અને આસપાસથી સંબંધીઓ દોડી આવતા ત્રણેય શખ્સો ત્યાંથી એક્ટિવા લઈને ફરાર થઈ ગયા હતા. પીડિતાએ ભારે હિંમત દાખવી આ મામલે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

