Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Farmers' concerns increase: Unseasonal rains with wind and thunder will hit Gujarat again after 3 days

VIDEO: ખેડૂતોની ચિંતામાં વધારો: 3 દિવસ બાદ ફરી ગુજરાતમાં પવન અને ગાજવીજ સાથે ખાબકશે કમોસમી વરસાદ

Timeછેલ્લું અપડેટ : 23 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો ત્યાં જ કુદરતનો મિજાજ ફરી બદલાયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ફરી એકવાર માવઠાનો ભય તોળાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્ર તરફથી આવતા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતાને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે.

App Store

શું છે આગાહી?
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે તેની ટ્રફ લાઈન ગુજરાત સુધી લંબાવાની શક્યતા છે. આ સિસ્ટમની અસરને પગલે આગામી 28 થી 30 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ અને તેજ પવન સાથે કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે. ચાર દિવસ અગાઉ જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે માવઠું થયું હતું, ત્યારે હવે ફરી ચાર દિવસ બાદ વરસાદી માહોલ જામશે.

વાતાવરણમાં કેવો ફેરફાર થશે?
હાલમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે, પરંતુ આ નવી સિસ્ટમ સક્રિય થતાં જ તાપમાનમાં ઘટાડો થશે અને પવનની ગતિમાં વધારો થશે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદની અસર વધુ જોવા મળી શકે છે. વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

ખેડૂતો માટે ચિંતાનો વિષય
ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે ત્યારે ફરીથી આવનારું આ માવઠું ખેડૂતોની આજીવિકા પર અસર કરી શકે છે. ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે અપીલ કરવામાં આવી છે. આ કમોસમી વરસાદ માત્ર ખેતી જ નહીં પણ સામાન્ય જનજીવનને પણ પ્રભાવિત કરશે.