VIDEO BREAKING / અમદાવાદઃ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મેગા સર્ચ ઓપરેશન, 131 જેટલા શંકાસ્પદોની ધરપકડ
સોર્સ : gstv
અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મોડી રાત્રે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલેલા ઓપરેશન દરમિયાન આશરે 131 જેટલા શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી હતી....તો અન્ય શંકાસ્પદ 160 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરાઈ હતી...ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. અટકાયતમાં લેવાયેલા લોકોના આધાર કાર્ડ અને અન્ય ઓળખના પુરાવાઓની તપાસ માટે તેમને ક્રાઈમ બ્રાન્ચમાં લઈ જઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત કામગીરીમાં જોડાઈ હતી.

