Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Board exams start with a bang: 'Swadeshi' trending in Gujarati medium and 'AI' in English medium!

VIDEO: બોર્ડ પરીક્ષાનો ધમાકેદાર પ્રારંભ: ગુજરાતી મીડિયમમાં 'સ્વદેશી' અને ઇંગ્લિશ મીડિયમમાં 'AI' ટ્રેન્ડિંગ!

Timeછેલ્લું અપડેટ : 26 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે ધોરણ 10ની પ્રથમ ભાષાનું પેપર લેવામાં આવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પરથી બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી, કારણ કે પ્રથમ પેપર આશા મુજબનું અને પ્રમાણમાં સરળ રહ્યું હતું.

App Store

નિબંધમાં દેશપ્રેમ અને ટેક્નોલૉજીનો સંગમ
ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે 'સ્વદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો' વિષય પર નિબંધ પૂછાયો હતો, જે વર્તમાન સમયમાં ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આધુનિક ટેક્નોલૉજીનો વિષય એટલે કે 'AI' (Artificial Intelligence) પર નિબંધ પૂછવામાં આવ્યો હતો. આ ઉપરાંત 'ઈન્ડિયા ઓફ માય ડ્રીમ' (મારા સ્વપ્નનું ભારત) વિષય પણ વિદ્યાર્થીઓમાં લોકપ્રિય રહ્યો હતો.

વ્યાકરણ વિભાગે અપાવ્યો આત્મવિશ્વાસ
મોટાભાગના વિદ્યાર્થીઓના મતે ગુજરાતી વિષયનું વ્યાકરણ વિભાગ અત્યંત સરળ હતું, જેનાથી તેઓ પૂરા ગુણ મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા અને સીસીટીવી દેખરેખ હેઠળ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. પ્રથમ પેપર સારું જતાં હવે વિદ્યાર્થીઓ આગામી પેપર માટે વધુ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.