Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Before Dussehra, the Health Department checked traders selling Jalebi-Fafda in various areas of Ahmedabad.

VIDEO: દશેરા પહેલા અમદાવાદના વિવિધ વિસ્તારમાં હેલ્થ વિભાગ દ્વારા જલેબી-ફાફડાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 01 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં દશેરાના તહેવાર પહેલા જલેબી અને ફાફડા બનાવતા વેપારીઓને ત્યાં એએમસીનું આરોગ્ય વિભાગ ત્રાટક્યું હતું. આખા અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગની કુલ 15 ટીમ દ્વારા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ફાફડા અને જલેબીની ગુણવત્તા યોગ્ય છે કે નહિ તેની તપાસ કરાઈ હતી. આ ઉપરાંત તંત્રએ અમદાવાદ વિવિધ વિસ્તારમાંથી જલેબી-ફાફાડા અને તેલના સેમ્પલ લઈ સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. 

App Store

અમદાવાદના નહેરુનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી ગાંઠિયાને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. વેપારીના ત્યાં સઘન તપાસ કરી હતી. આવતીકાલે ગુરુવારે દશેરાનો તહેવાર હોવાથી અમદાવાદીઓ જલેબી અને ગાંઠિયા હજારો મણ ઝાપટી જવાના છે જેથી તંત્ર દ્વારા જુદાજુદા વિસ્તારમાં  આવેલી દુકાનો, રૅસ્ટોરન્ટમાં જ્યાં ફાફડા અને જલેબી બનતા હોય ત્યાં તપાસ કરીને ત્યાંથી પૂરતા નમૂના લીધા હતા. જેથી લોકોના પેટમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી પહોંચે તે પહેલા ચેકિંગ કરાયું હતું. જો કે, આ લીધેલા નમૂનાને હવે સરકારી લેબોરેટમાં મોકલવામાં આવશે જે બાદ તંત્ર દંડ અથવા નોટિસ ફટકારશે..