VIDEO:અમદાવાદ: દર્પણ છ રસ્તા પાસે પોલીસ ચોકી નજીક જ લુખ્ખા તત્વો બેફામ, યુવકને જાહેરમાં માર માર્યો
સોર્સ : GSTV
અમદાવાદના દર્પણ છ રસ્તા પાસે કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા છે. પોલીસ ચોકીની તદ્દન નજીક જ લુખ્ખા તત્વો બેફામ બન્યા હતા. અંગત અદાવતમાં એક યુવકને જાહેરમાં લાકડી અને દંડા વડે બેરહેમીપૂર્વક ફટકારવામાં આવ્યો હતો. આ હિચકારા હુમલામાં યુવક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે ખસેડાયો છે. હાલમાં ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

