Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad City Civil and Sessions Court convicts Abid Khan Pathan under IPC Section 302 and sentences him to life imprisonment

VIDEO: અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આબીદખાન પઠાણને આઈપીસી કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં વર્ષ 2022માં થયેલી ચકચારી હત્યા કેસમાં સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી આબીદખાન પઠાણને આઈપીસી કલમ 302 હેઠળ દોષિત ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે. આ સાથે ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે.આ મામલા મુજબ, 27 મે 2022ના રોજ ગોમતીપુરની મોટી ગલીમાં આબીદે પોતાના કાકાના દીકરા અફજલ ઉર્ફે અલમાસ પર તલવારથી જીવલેણ હુમલો કર્યો હતો. તેને પત્ની સાથે અફજલના આડા સંબંધો હોવાની શંકા હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ અફજલનું શારદાબેન હોસ્પિટલમાં મૃત્યુ થયું તું.કોર્ટે સાક્ષીઓની જુબાની અને મેડિકલ પુરાવાના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો છે.

App Store