Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO : Ahmedabad: 'AAP' support march in support of Chaitar Vasava

VIDEO : અમદાવાદ: ચૈતર વસાવાના સમર્થનમાં 'આપ'ની સપોર્ટ માર્ચ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં આજે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં એક ભવ્ય સપોર્ટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી શરૂ થયેલી આ માર્ચ ઇન્કમટેક્સ સર્કલ સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાયા હતા. આપના નેતાઓએ ચૈતર વસાવા સામેની ફરિયાદને પાયાવિહોણી અને રાજકીય પ્રેરિત ગણાવી સરકારને આડે હાથ લીધી હતી. નેતા કરણ બારોટે જણાવ્યું હતું કે, "આદિવાસી સમાજ ક્યારેય અન્યાય સામે ઝૂક્યો નથી અને ચૈતર વસાવાને હેરાન કરવાની નીતિ સામે પાર્ટી મજબૂતીથી લડશે." આંદોલનને વધુ વ્યાપક બનાવવા માટે આગામી સમયમાં દરેક વિધાનસભા અને તાલુકા સ્તરે આવા વિરોધ કાર્યક્રમો યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે.

App Store