VIDEO:ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય: ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
સોર્સ : GSTV
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એકસાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી ૨-૩ જુલાઈએ રાજ્યમાં વરસાદી માહોલ જામશે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે..વરસાદ દરમિયાન ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી ૧-૨ જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હાલ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં વરસાદની સાથે ગરમીનો ઉકળાટ પણ યથાવત રહેશે, જેમાં અમદાવાદમાં તાપમાન ૪૧ ડિગ્રી સુધી પહોંચવાની આશંકા છે.

