Video: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમોશન મામલે અનોખો કિમિયો: સેન્ટ્રલ ઓફિસ બહાર પોસ્ટર લગાવ્યા

સોર્સ: gstv

છેલ્લા કેટલાક સમયથી AMCના અલગ-અલગ વિભાગોના કર્મચારીઓ પોતાના પ્રમોશનની ફાઈલો ક્યાં પહોંચી તેની પેરવી કરવા અને પૂછપરછ કરવા માટે સેન્ટ્રલ ઓફિસની મહેકમ શાખામાં સતત દોડી આવતા હતા. કર્મચારીઓની આ ભારે અવરજવર અને રોજિંદી પૃચ્છાના કારણે વહીવટી સ્ટાફ અને અધિકારીઓની દૈનિક કામગીરીમાં સતત વિક્ષેપ પડતો હતો. આ કામગીરી પ્રભાવિત થવાથી આખરે તંત્રએ કંટાળીને આ કડક પગલું ભર્યું છે. ઓફિસની બહાર પોસ્ટર લગાવીને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે પ્રમોશનની પ્રક્રિયા નિયમાનુસાર ચાલતી હોય છે, તેથી બિનજરૂરી પૂછપરછ માટે કર્મચારીઓએ સેન્ટ્રલ ઓફિસમાં રૂબરૂ આવવાનું ટાળવું.

આ સમાચાર શેર કરો

જાહેરાત