VIDEO : ખેડૂત અધિકાર માટે ટ્રેક્ટર રેલી, ગાંધીનગર તરફ કૂચ
સોર્સ : GSTV
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે અમદાવાદમાં 'ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ સરકારની કથિત ખેડૂત વિરોધી નીતિઓ અને વિવિધ માંગણીઓ સાથે આજે શાંતિપુરા સર્કલથી હજારો ટ્રેક્ટરો સાથે ગાંધીનગર તરફ કૂચ. સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક ઢબે યોજાનારી આ રેલીમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાશે. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ હાજર રહી ખેડૂતોને સંબોધશે અને સરકાર પર દબાણ વધારશે.

