મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાત રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ

ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક વરવું સત્ય બહા

ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાઓ વચ્ચે એક વરવું સત્ય બહાર આવ્યું છે. વર્ષ 2026ના માત્ર પ્રથમ 6 મહિનામાં જ રાજ્યના 50 જેટલા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ચૂક્યા છે. પોલીસ વિભાગથી લઈને પંચાયત અને મહેસૂલ સુધીના વિભાગોમાં ફેલાયેલું આ ભ્રષ્ટાચારનું નેટવર્ક સામાન્ય જનતા માટે આશીર્વાદને બદલે શ્રાપ બની રહ્યું છે. ગયા વર્ષે 164 ભ્રષ્ટાચારીઓ પકડાયા હતા, જેની સરખામણીએ આ વર્ષનો આંકડો સૂચવે છે કે ભ્રષ્ટાચારની આ ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા તો ત્યારે જોવા મળી જ્યારે ગાંધીનગરના ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ઓફિસના ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરી 5 લાખની લાંચ લેતા ઝડપાયા. તેમની તપાસ દરમિયાન 2.64 કરોડની જ્વેલરી અને મિલકતો મળી આવી, જે દર્શાવે છે કે સત્તાના જોરે કેવી કમાણી કરવામાં આવે છે.  

આ સમાચાર શેર કરો