મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યા

અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી સાત દિવસ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ત્રણ દિવસ બાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ ફેરફાર જોવા મળશે.

જોકે, હવામાન વિભાગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે 15 જૂને રાજ્યમાં વરસાદ નહીં થાય અને આ વર્ષે ચોમાસું વિધિવત રીતે મોડું શરૂ થવાની શક્યતા છે. બીજી તરફ ગરમીનું જોર પણ યથાવત છે, જેમાં ભાવનગર 41.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે.

આ સમાચાર શેર કરો