Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Thug cons senior out of lakhs with fake deposit story

Ahmedabad: ઠગે રડતા-રડતા ફોન કરી કહ્યું- 'ભૂલથી પૈસા તમારા ખાતામાં જમા થયા છે', ઇમોશનલ કરી વૃદ્ધ પાસેથી પડાવ્યા લાખો રૂપિયા

Timeછેલ્લું અપડેટ : 01 Mar 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: ઠગે રડતા-રડતા ફોન કરી કહ્યું- 'ભૂલથી પૈસા તમારા ખાતામાં જમા થયા છે', ઇમોશનલ કરી વૃદ્ધ પાસેથી પડાવ્યા લાખો રૂપિયા
સોર્સ : AI IMAGE

અમદાવાદમાં સાયબર ગઠિયાઓ દરરોજ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ સાથે 'ઇમોશનલ બ્લેકમેઇલ' કરી લાખોની ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગ ટોળકીએ રડતા-રડતા ફોન કરી વૃદ્ધની દયા જીતી લીધી અને કૂલ 5,55,976 રૂપિયા પડાવી લીધા.

App Store

શું હતી આખી ઘટના?

મળતી માહિતી અનુસાર, જૂના વાડજમાં રહેતા લાલજીભાઈ જાદવને ગત 10મી ફેબ્રુઆરીએ 'મોહન' નામના શખસનો ફોન આવ્યો હતો. મોહને રડતા અવાજે કહ્યું કે, 'મારાથી ભૂલથી ક્લોઝ પેમેન્ટની રકમ તમારા ખાતામાં જમા થઈ ગઈ છે. મારા બનેવી આશિષભાઈ તમને ફોન કરશે, પ્લીઝ તેમને પૈસા પાછા આપી દેજો.'

ગઠિયાઓએ લાલજીભાઈને ફસાવવા માટે ખૂબ જ આયોજનબદ્ધ રીતે જાળ બિછાવી હતી. ફોન કર્યા બાદ ઠગે લાલજીભાઈને મોબાઈલ પર ટેક્સ્ટ મેસેજ મોકલ્યા, જેમાં 45,000 અને 50,500 રૂપિયા જમા થયા હોવાનું ખોટું લખાણ હતું. આશિષ નામના બીજા ઠગે ફોન કરી ગૂગલ પે પર પેમેન્ટ રિક્વેસ્ટ મોકલી. વૃદ્ધે સમજ્યા વગર રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી, જેનાથી પૈસા તેમના ખાતામાં આવવાને બદલે ઠગના ખાતામાં જવા લાગ્યા. 10મીથી 15મી ફેબ્રુઆરી દરમિયાન અલગ-અલગ બહાને કુલ 5,55,976 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા.

બેન્ક સ્ટેટમેન્ટે ખોલી પોલ

જ્યારે લાલજીભાઈને શંકા ગઈ અને તેમણે બેન્ક સ્ટેટમેન્ટ ચેક કર્યું, ત્યારે તેમના હોશ ઊડી ગયા. ખાતામાં કોઈ રકમ જમા થઈ જ નહોતી, ઉલટાનું તેમના ખાતામાંથી સાડા પાંચ લાખથી વધુ રકમ ઉપડી ગઈ હતી. ત્યારબાદ બંને ઠગના ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યા હતા. અંતે, લાલજીભાઈએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સાયબર સુરક્ષા માટે ખાસ ટિપ્સ

ઓનલાઈન પેમેન્ટ પર જ્યારે તમે PIN નાખો છો, ત્યારે તમારા ખાતામાંથી પૈસા કપાય છે, જમા થતા નથી. પૈસા મેળવવા માટે ક્યારેય PINની જરૂર પડતી નથી. હંમેશા બેન્ક તરફથી આવતા સત્તાવાર SMS અને બેલેન્સ ચેક કરો, કોઈએ મોકલેલા ટેક્સ્ટ મેસેજ પર વિશ્વાસ ન કરો. કોઈ અજાણ્યો વ્યક્તિ રડતા-રડતા કે ઉતાવળમાં પૈસા પાછા માંગે, તો તરત જ સાવધ થઈ જાવ.