Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : “This is public money, not your private business!” High Court lauded the government on the issue of outsourcing recruitment to 27 law colleges!

"આ પબ્લિકના નાણાં છે, તમારો ખાનગી વેપાર નથી!" 27 લૉ કોલેજોમાં આઉટસોર્સિંગ ભરતી મુદ્દે સરકાર પર હાઇકોર્ટ લાલઘૂમ!

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
"આ પબ્લિકના નાણાં છે, તમારો ખાનગી વેપાર નથી!" 27 લૉ કોલેજોમાં આઉટસોર્સિંગ ભરતી મુદ્દે સરકાર પર હાઇકોર્ટ લાલઘૂમ!
સોર્સ : gstv

રાજયભરની 27 જેટલી લૉ કોલેજોમાં ખાનગી એજન્સી દ્વારા પ્રોફેસરોની ભરતી કરવાના નિર્ણય સામે હાઇકોર્ટે સુઓમોટો અરજી લીધી. કોર્ટે સરકારના આ નિર્ણય સામે લાલ આંખ કરતા એવો વેધક સવાલ કર્યો હતો કે, તમે શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આઉટ સોર્સિંગ કરી શકો? તમે બંધારણની વિરૂધ્ધ જઇ રહ્યા છો. પ્રોફેસરોની ભરતીમાં આઉટ સોર્સિંગ કેવી રીતે કરી શકો. આ નિર્ણય કોઇ રીતે ચલાવી શકાય નહી.

App Store

લૉ કોલેજોમાં ખાનગી એજન્સી દ્વારા પ્રોફેસરોની ભરતી કરવાના નિર્ણય સામે હાઇકોર્ટનો સુઓમોટો

કોર્ટે જણાવ્યું કે, ટેન્ડર બહાર પાડીને આઉટ સોર્સિંગ એજન્સીને પ્રોફેસરની ભરતી કરવા 20 મહિના માટે 13 કરોડમાં આપવાની જાહેરાત કરો છો. આ કેવી રીતે ચલાવી લેવાય. આ શું છે બધુ? જાહેર રોજગાર ક્યા છે? એટલે તમે હવે જીપીએસસીને સ્થાને ખાનગી એજન્સીને કામ સોપશો? જસ્ટિસ નિખિલ કરેઇલે એવા સવાલ કર્યા હતા કે, 'આ પબ્લીકના નાણા છે એમાં એજન્સી પ્રોફેસરો કેવી રીતે નિમણૂક કરી શકે?'

27 જેટલી લૉ કોલેજમાં 108 જેટલા અધ્યાપક સહાયકની નિમણૂક આઉટ સોર્સિંગ એજન્સી દ્વારા કરવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોઇપણ મેરીટ લીસ્ટ વગર પોતાના મળતીયાઓને નોકરી આપી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા લૉ કોલેજમાં મહેકમની ઘટ માટે પ્રતિ કોલેજ દીઠ 4 પ્રોફેસરની નિમણૂક ટેન્ડર દ્વારા કરવાના નિર્ણય સામે હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.
 
કોર્ટે એવો સવાલ કર્યો હતો કે, આ લૉ કોલેજના પ્રોફેસરો છે તેઓ વર્ગ-4 ના કર્મચારી નથી. તમે તેમની નિમણૂક પણ ખાનગી એજન્સી દ્વારા કરાવશો. હાઇકોર્ટે સરકારના આ નિર્ણય સામે લાલ આંખ કરતા એવી ટકોર કરી હતી કે, સરકારનો આ નિર્ણય તદ્દન ગેરકાયદે છે. તેથી કોર્ટ પોતે સુઓમોટો લઇને તેની તપાસ કરવા માગે છે. વિશ્વસનીયતા શું છે આવી એજન્સીની? એજન્સીની પોતાની લાયકાત શું છે. તેઓ કાયદાના પ્રોફેસરો પસંદ કરે તેમાં તૈયાર થયેલા વિદ્યાર્થી અમારી સામે આવે એવું સરકાર કહે છે. આ તદ્દન ગેરકાયદે છે.