Video: ONGCના ક્રૂડ ઓઇલ ચોરી કેસમાં ATS ઝડપેલા 6 આરોપીઓના 23 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરાયા

સોર્સ: gstv

ATSએ 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જે સામે કોર્ટે 23 નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપીઓએ ONGCના કૂવામાંથી કેશિંગ વાલ્વ અને ફાઇટર પંપની મદદથી 8 હજાર લીટર ક્રૂડ ઓઇલ ચોર્યું હતું. ATS હવે આરોપીઓના મોબાઇલ CDR, લોકેશન અને શંકાસ્પદ બેંક વ્યવહારોની તપાસ કરશે. ચોરીના નાણાંથી મિલકતો વસાવી છે કે કેમ, ONGCના અધિકારી-કર્મચારીઓની સંડોવણી છે કે કેમ અને ચોરાયેલું ઓઇલ ક્યાં વેચાતું હતું તે દિશામાં આરોપીઓને સાથે રાખી તપાસ ચાલશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત