Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The police in Ahmedabad are drunk! The team that went to investigate after the woman's complaint was also shocked!

અમદાવાદમાં પોલીસ જ દારૂના નશામાં ટલ્લી! મહિલાની ફરિયાદ બાદ તપાસ કરવા ગયેલી ટીમ પણ ચોંકી ગઈ!

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં પોલીસ જ દારૂના નશામાં ટલ્લી! મહિલાની ફરિયાદ બાદ તપાસ કરવા ગયેલી ટીમ પણ ચોંકી ગઈ!
સોર્સ : gstv

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ મફાભાઇ રબારી સામે એક મહિલાએ મેસેજ કરી હેરાન કરાતા હોવાની પોલીસમાં રજૂઆત કરી હતી. જેને લઈને PIએ ફોન લગાડવાનું કહેતા પરબત ફોન ન ઉપાડતો હોવાથી પોલીસ સ્ટાફ કોન્સ્ટેબલના ઘરે તપાસ કરવા ગયો હતો. જેમાં કોન્સ્ટેબલ પોતાના ઘરે જ દારૂના નશામાં ધૂત હાલતમાં મળી આવ્યો હતો. પછી નરોડા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલને લાવતા તે કમ્પાઉન્ડમાં લથડિયાં ખાતો જોવા મળ્યો હતો. જેથી આ મામલે નરોડા પોલીસે કોન્સ્ટેબલ સામે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

App Store

શહેરકોટડાનો કોન્સ્ટેબલ હેરાનગતિ કરતો હોવાની મહિલાની ફરિયાદ

​ગત 8 ઓક્ટોબરના રોજ રાત્રે શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે PSI સહિતનો સ્ટાફ હાજર હતો ત્યારે PIએ જણાવ્યું હતું કે, અહીં ફરજ બજાવતા અનાર્મ્ડ પો.કો. પરબત મફાભાઇ રબારી વિરુદ્ધ એક મહિલા રજૂઆત કરવા માટે આવ્યા છે. જેથી કોન્સ્ટેબલના મોબાઇલ પર સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તે ફોન ન ઉપાડતો હોવાથી PIની સૂચનાથી PSI સહિતનો સ્ટાફ રાત્રે 11 વાગ્યે નરોડા સ્થિત નવરંગ ફ્લેટ ખાતે પરબતના ઘરે પહોંચ્યો હતો.

તપાસ કરવા ગયેલી પોલીસને નશામાં ધૂત મળ્યો કોન્સ્ટેબલ

ઘરે તપાસ કરતાં પોલીસ કોન્સ્ટેબલ પરબત હાજર મળી આવ્યા હતા અને તે દારૂ પીધેલી હાલતમાં હતો. આ અંગે PIને જાણ કરી તેમના આદેશ મુજબ કોન્સ્ટેબલ નરોડા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જ્યાં નરોડા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં નશાની હાલતમાં કોન્સ્ટેબલ તોતડાતી જીભે વાત કરતો અને લથડિયાં ખાતો હતો. મહિલાને હેરાગતિ અને દારૂ પીવાના મામલે નરોડા પોલીસે કોન્સ્ટેબલ પરબત રબારી સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

 

ટોપિક્સ:GSTV NewsGujarati News