Ahmedabad news: રાજ્યની સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓનો આતંક આવ્યો સામે, જેલ સ્ટાફ પર ઈંટો વડે જીવલેણ હુમલો

રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમ

Ahmedabad news:  રાજ્યની સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓનો આતંક આવ્યો સામે, જેલ સ્ટાફ પર ઈંટો વડે જીવલેણ હુમલો
આ સમાચાર સાંભળો
રાજ્યની સૌથી સુરક્ષિત ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલ  વિવાદોમાં સપડાઈ છે, મળતા અહેવાલ પ્રમાણે જેલની અંદર ચાર કાચા કામના કેદીઓએ જેલ સ્ટાફ પર જીવલેણ હુમલો કરતા જેલ પ્રશાસનમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેદીઓએ માત્ર હુમલો જ નહીં,પણ જેલ કર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પણ ઘટના સામે આવી છે.   જાણો બન્યું હતું જેલના 'છોટા ચક્કર'માં?   જેલના છોટા ચક્કર યાર્ડમાં ફરજ બજાવતા જેલકર્મીઓ પર અચાનક ચાર કેદીઓએ હુમલો કરી દીધો હતો. આ હુમલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સંગ્રામસિંહ નામના કેદીએ પોતે જ પોતાના માથામાં ઈંટ મારી પોતાની જાતને ઈજા પહોંચાડી હતી.જ્યારે જેલ સ્ટાફ તેને સારવાર માટે લઈ જવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે અન્ય સાથીદારો સાથે મળીને કેદીઓએ ઈંટોના છુટા ઘા કરવાનું શરૂ કર્યું હતું.જેલ સ્ટાફ પર હુમલો કરનાર ટોળકીમાં ચાર આરોપીઓ હતા જેમાં સંગ્રામસિંહ સિકરવાર,સતીષ ઉર્ફે સતીયો પટણી,હસમુખ ઉર્ફે પોપટ અને અંકિત લોધી…

SP પણ મારું કંઈ નહીં બગાડી શકે' કહી ધમકી આપી

હુમલા દરમિયાન કેદીઓ અત્યંત ઉશ્કેરાયેલા હતા. તેમણે બિભત્સ ગાળો બોલી જેલ સ્ટાફને લોહીલુહાણ કરવાની કોશિશ કરી હતી. કેદીઓએ ઉદ્ધતાઈપૂર્વક ધમકી આપતા કહ્યું હતું કે, "તમારો સ્ટાફ કે એસ.પી. (SP) મારું કંઈ બગાડી નહીં શકે." આ પ્રકારની ખુલ્લી ધમકીને પગલે જેલની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે.

રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

આ હિંસક ઘટના બાદ જેલ હવાલદાર ભરતભાઈ ચાવડાએ હુમલો કરનાર ચારેય કેદીઓ વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સરકારી કર્મચારી પર હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત