Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : System action on illegal construction in Kubernagar, questions raised against footpath pressure

VIDEO:કુબેરનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની કાર્યવાહી, ફૂટપાથ દબાણ સામે ઉઠ્યા સવાલો

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના કુબેરનગર વોર્ડમાં કોર્પોરેશનને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે, જ્યાં લાલુમલ નામના દુકાનદાર દ્વારા જાહેરમાં ફૂટપાથ પર ગેરકાયદેસર ચણતર કરી સરકારી લાઈટનો થાંભલો પણ મકાનમાં દબાવી દેવાયો છે. ખાસ વાત એ છે કે આ દબાણ સ્થાનિક કોર્પોરેટરની ઓફિસની બિલકુલ સામે થયું છે, છતાં તંત્ર  જાણે મૂક પ્રેક્ષક બની રહ્યું હતું. આખરે વિવાદ વધતા તંત્ર રહી રહીને જાગ્યું છે અને ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અને દુકાનદારે મજૂરો પર દોષ ઢોળી લૂલો બચાવ કર્યો હતો, પરંતુ આ વિસ્તારમાં ફૂટપાથ અને જાહેર રોડ પર થયેલા અનેક દબાણો એસ્ટેટ વિભાગની મિલીભગતની પોલ હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે..

App Store
ટોપિક્સ:gstvgstv newsillegal construction