Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Stormy arrival of Meghraja in Ahmedabad, Slab of house collapsed in Saijpur Bogha

VIDEO: અમદાવાદમાં મેઘરાજાનું તોફાની આગમન,સૈજપુર બોઘામાં ઘરનો સ્લેબ ધરાશાયી

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા ધમાકેદાર વરસાદના કારણે સૈજપુર બોઘા વિસ્તારમાં એક સોસાયટીમાં ઘરની સ્લેબ ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટનામાં સ્લેબની નીચે એક મહિલા ફસાઈ જતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી ફાયર ટીમે ભારે જહેમત બાદ મહિલાનું સફળ રેસ્ક્યુ કરી તેને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. સતત વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં જોખમી સ્થિતિ સર્જાઈ રહી છે, જેને પગલે તંત્રએ પણ સતર્કતા વધારી છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

App Store