Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Rainfall in various areas of Ahmedabad

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસ્યો વરસાદ, શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ
સોર્સ : GSTV

 ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના ઘણાં ભાગોમાં હળવોથી ભારે વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં આજે (21મી જુલાઈ) સવારથી વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇ વે, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, જશોદાનગર અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે.

App Store

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, આજે (21મી જુલાઈ) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ ઘણાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.

23મીથી 27મી જુલાઈની આગાહી

23મીથી 27મી જુલાઈ દરમિયાન બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. તેમજ વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.