Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Public works incomplete in 5 years, but corporators become rich

Ahmedabad: 5 વર્ષમાં પ્રજાના કામો અધૂરા, પણ કોર્પોરેટરો માલામાલ; રિપીટ થયેલા ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: 5 વર્ષમાં પ્રજાના કામો અધૂરા, પણ કોર્પોરેટરો માલામાલ; રિપીટ થયેલા ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી
સોર્સ : GSTV

આવી રંગીલી ચૂંટણી આવી.... કાઉન્સિલર નહીં, કરોડપતિ બનવાની ચૂંટણી આવી! અધૂરા કામો મુદ્દે પ્રજા નારાજ હોવા છતાં કેટલાક ઉમેદવારો પર ભાજપ અને કોંગ્રેસ હાઈકમાન્ડના ચાર હાથ હોવાથી તેમને રિપીટ કરાયા છે. ત્યારે અમદાવાદમાં આ વખતે રિપીટ કરાયેલા કાઉન્સિલરોએ છેલ્લાં પાંચ વર્ષમાં કેટલું કામ કરીને બતાવ્યું છે? તેની તો પ્રજા પોતે સાક્ષી છે. પરંતુ આ પાંચ વર્ષ દરમિયાન આવા નગરસેવકોની સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે બેથી ત્રીસ ગણા સુધીનો વધારો થયો હોવાનું સામે આવ્યું છે.

App Store

મૌલિક પટેલ, નીરવ બક્ષી જમીનદાર બની ગયા જ્યારે કમલેશ પટેલે 20થી વધુ કંપનીના શેર ખરીદી લીધા

વર્ષ 2021ની ચૂંટણીમાં મ્યુનિ. કાઉન્સિલર બન્યા ત્યારે કેટલાક ઉમેદવાર પાસે પોતાનું મકાન, દુકાન, જમીન કંઈ જ નહોતું. જો કે આજે પાંચ વર્ષ બાદ તે પૈકી કેટલાક કોર્પોરેટરો જમીનદાર બની ગયા છે. અમદાવાદ શહેર જ નહીં, તેમણે ગાંધીનગર, વિરમગામ, સુરેન્દ્રનગરના ગામોમાં ખેતીની જમીનો અને પ્લોટ ખરીદી લીધા છે. તો કેટલાકના બોડકદેવ, થલતેજ, વસ્ત્રાપુર જેવા પોશ એરિયામાં બંગલા બંધાઈ ગયા છે. જેમની પાસે એક કાર હતી, તેમના ઘરમાં હવે ત્રણ-ચાર વૈભવી ગાડીઓ આવી ગઈ છે. જેમને ક્યારે રોકાણ નહોતું કર્યું, તેમની પાસે આવનાર વર્ષો સુધી કોઈ મુશ્કેલી ન નડે તેમ પત્ની અને બાળકોના નામે પણ લાખોની એફડી, જીવનવીમા પોલિસી કરાવી તેમનું ભવિષ્ય સુરક્ષિત બનાવી દેવાયું છે.

પાંચ વર્ષમાં કોની સંપત્તિ કેટલી વધી

ઉમેદવાર          વોર્ડ મિલકત (2021) મિલકત (2026)
હિતેશ બારોટ      થલતેજ 38.66 કરોડ 109 કરોડ
દેવાંગ દાણી     બોડકદેવ 69.74 લાખ 1.83 કરોડ
જૈનિક વકીલ     પાલડી 3.08 કરોડ 6.58 કરોડ
કમલેશ પટેલ     ખોખરા 46.80 લાખ 1.70 કરોડ
મૌલિક પટેલ  રામોલ-હાથીજણ 32.79 લાખ 2.22 કરોડ
નીરવ બક્ષી    દરિયાપુર 1.26 કરોડ 3.58 કરોડ
શહેઝાદખાન પઠાણ   દાણીલીમડા 2.47 લાખ 81.17 લાખ
જગદીશ રાઠોડ  અમરાઈવાડી 1.32 કરોડ 1.67 કરોડ


કોની પાસે કેટલું સોનું?

જૈનિક વકીલ 62 તોલા
નીરવ બક્ષી 58 તોલા
હિતેશ બારોટ 57 તોલા
મૌલિક પટેલ 41 તોલા 
કમલેશ પટેલ 27 તોલા 

હવે નામચીન કંપનીઓના લાખોના શેર અને મ્યુચલ ફંડના ખાતા છે. પાંચ વર્ષમાં પ્રજાની સુરક્ષા માટે કામ કરવાનું કદાચ ભૂલાઈ ગયું હોય, પરંતુ પોતાના પરિવારને પાંચ વર્ષમાં સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હિતેશ બારોટ, દેવાંગ દાણી, રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન જૈનિક વકીલ સહિતની સંપત્તિ વધીને બેથી ત્રણ ગણી થઈ ગઈ છે. જ્યારે વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણની મિલકત ત્રીસેક ગણી થઈ ગઈ છે. આ વધારો વર્ષ 2021 અને 2026માં ઉમેદવારોએ રજૂ કરેલા સોંગદનામાં પરથી સ્પષ્ટ થાય છે. બીજી બાજુ ભાજપમાંથી રામોલ- હાથીજણના કાઉન્સિલર મૌલિક પટેલ અને કોંગ્રેસમાંથી દરિયાપુરના કાઉન્સિલર નીરવ બક્ષી પાંચ વર્ષમાં જમીનદાર બની ગયા છે. જ્યારે ખોખરામાંથી ભાજપના ઉમેદવાર કમલેશ પટેલે વીસથી વધુ કંપનીઓના શેર ખરીદી લીધા છે.