Ahmedabad news: ધર્મેશ ભરવાડની હત્યાનો મામલો: આરોપીઓ અને તેમના મળતિયાઓના ગેરકાયદે બાંધકામો તોડી પડાશે

સોર્સ : gstv
અમદાવાદના ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના મામલે હવે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. હત્યાની આ ઘટના બાદ આરોપીઓ અને તેમના મળતિયાઓના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. '
જે રીતે હત્યાની ઘટના બની તેનાથી લોકોમાં ભારે આક્રોશ
ધંધુકામાં જે રીતે હત્યાની ઘટના બની તેનાથી લોકોમાં ભારે આક્રોશ છે. આ સ્થિતિ વચ્ચે તંત્રએ ગુનેગારોના ગેરકાયદેસર મકાનો અને અન્ય દબાણોની યાદી તૈયાર કરી છે. ટૂંક સમયમાં જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદે સામ્રાજ્ય પર ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

