Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: If there is any disturbance in the elections, the police will reach within 3 minutes, 20 thousand personnel deployed

Ahmedabad news: ચૂંટણીમાં જો કોઈ ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, 20 હજાર જવાનો તહેનાત

Timeછેલ્લું અપડેટ : 21 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ચૂંટણીમાં જો કોઈ ગરબડ થશે તો 3 મિનિટમાં પોલીસ પહોંચશે, 20 હજાર જવાનો તહેનાત
સોર્સ : gstv

 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે રવિવારે (26મી એપ્રિલ) મતદાન માટે શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવવા તૈયારીઓ આરંભી દીધી છે. મતદાન દરમિયાન ટોળાંશાહી કે ગરબડ કરવાની કોશિષ કરવામાં આવશે તો 3 જ મિનિટમાં પોલીસની ટુકડીઓ પહોંચી જાય તેવી વ્યવસ્થા કરાઈ રહી છે. સીસીટીવી અને ડ્રોનથી સર્વેલન્સ કરવા માટે 150થી વધુ પોલીસ ટુકડીઓનું ક્રોસ પેટ્રોલિંગ ગોઠવાશે. એસઆરપી, સીઆરપીએફ અને આરએએફને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરાશે. અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એટીએસ અને પીસીબીની ટીમો ઝોનદીઠ વ્યૂહાત્મક રીતે કાર્યરત કરાશે.

App Store

પૂર્વ અને કોટ વિસ્તારમાં વિશેષ સતર્કતા સાથે SRP, અર્ધલશ્કરી દળો ગોઠવાશે

અમદાવાદમાં કુલ 4257 મતદાન મથકો ઉપર 38 લાખ મતદારો મતદાન કરશે, ત્યારે ગેરરીતિ ટાળવા અને ક્રોસ પેટ્રોલિંગ ગોઠવવાની સાથે જ સીસીટીવી અને જરૂર જણાય તે વિસ્તારમાં ડ્રોનથી સર્વેલન્સ રાખવાના આયોજનો શહેર પોલીસે આરંભ્યા છે. આજે સોમવારે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની ચૂંટણી બંદોબસ્ત સંદર્ભે મીટિંગ યોજાઈ હતી. શહેરમાં કુલ 4257 મતદાન મથક ઉપર મતદાન થવાનું છે તેમાંથી પશ્ચિમ વિસ્તારના ખૂબ ઓછા મતદાન મથકો અને બુથ સંવેદનશીલ મનાય છે. ખાસ કરીને પૂર્વ અને કોટ વિસ્તારના અંદાજે પોણા બસો મતદાન બુથ અતિ સંવેદનશીલ અને બે હજાર જેટલા સંવેદનશીલ બુથ બહાર શહેર પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ અગાઉની ચૂંટણી વર્ષ 2021માં કોરોનાના બીજા ઘાતક તબક્કાના થોડા મહિનાઓ પછી યોજાઈ હતી. એ સમયે રાજ્યની મહાનગરપાલિકાઓમાં સૌથી ઓછું 37.8 ટકા મતદાન અમદાવાદ મહાનગરપાલિકાનું રહ્યું હતું. સુરત અને વડોદરામાં 42.1, રાજકોટ 43.7, ભાવનગરમાં 42.8 અને સૌથી વધુ જામનગર મહાપાલિકામાં 45.4 ટકા મતદાન થયું હતું. અમદાવાદમાં વર્ષ 2021ના કંગાળ મતદાનના કારણે પોલીસ અને ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે દિવસ પસાર કરવો કઠિન થયો હતો. વર્ષ 2021ની સરખામણીએ આ વખતે ગરમી છતાં મતદાનનો આંક વધશે તેવી ધારણા વ્યક્ત થઈ રહી છે.