Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: A brazen man brandished a knife near Ramapir's mound in Vadaj, challenged the police, and threatened people

Ahmedabad: વાડજમાં રામાપીરના ટેકરા પાસે માથાભારે શખ્સે છરો લહેરાવી પોલીસને પડકારી, લોકોને ધમકાવ્યા

Timeછેલ્લું અપડેટ : 20 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: વાડજમાં રામાપીરના ટેકરા પાસે માથાભારે શખ્સે છરો લહેરાવી પોલીસને પડકારી, લોકોને ધમકાવ્યા
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વાડજમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાડજમાં રામાપીરના ટેકરા પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ નજીક એક માથાભારે શખસે જાહેરમાં હાથમાં છરો લહેરાવીને લોકોમાં ફફડાટ ફેલાવ્યો હતો. આ શખસનો હિંસક આતંક મચાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા પોલીસ દોડતી થઈ છે.

App Store

લોકોને ધમકાવ્યા અને દુકાનો બંધ કરાવી
સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, આરોપી હાથમાં તીક્ષ્ણ છરો લઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકોને ધમકાવી રહ્યો છે. તેણે લોકોને ધમકી આપી હતી કે 'અહીંથી કોઈએ પસાર થવું નહીં.' આટલું જ નહીં, તેણે આસપાસના સ્થાનિક વેપારીઓને પણ નિશાન બનાવ્યા હતા અને ચિકનની દુકાન સિવાયની તમામ દુકાનો તાત્કાલિક બંધ કરી દેવા માટે દબાણ કર્યું હતું.

પોલીસ અને તંત્રને આપી જાહેરમાં ગાળો
અસામાજિક તત્ત્વની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે જાહેરમાં ઊભા રહીને પોલીસ અને BRTS તંત્રને બેફામ ગાળો ભાંડી હતી. કાયદાના ડર વગર તે જાહેરમાં તંત્રને પડકારતો જોવા મળ્યો હતો. સ્થાનિકો મુજબ, અગાઉના પીઆઇ વી.આર. ડાંગરની બદલી બાદ વિસ્તારમાં આવા તત્ત્વો ફરી માથું ઊંચકી રહ્યા છે, જે હવે નવા નિમાયેલા પીઆઇ એચ.પી. ગરાસિયા માટે મોટો પડકાર સાબિત થશે.

વાઈરલ વીડિયોના આધારે તપાસ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વાડજ પોલીસે તપાસનો ધમધમટ તેજ કર્યો છે. વાઈરલ વીડિયોમાં દેખાતા શખસની ઓળખ મેળવવા માટે સ્થાનિક સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આરોપીની ઓળખ થતા જ તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.