Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : PSI threatens a young man sitting on the bonnet of a car

Video/ Ahmedabad: 'અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા', કહી ગાડીના બોનેટ પર બેઠેલા યુવકને PSI એ ધમકાવ્યો

Timeછેલ્લું અપડેટ : 21 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Ahmedabad Police Controversy: અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં ન્યાય મેળવવા ગયેલા એક યુવક અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના સામે આવી છે. નિકોલના યુવકને PSIએ ‘લુખ્ખો’ કહીને લોકઅપમાં પૂરવાની ધમકી આપ્યાની ફરિયાદ SPને કરી છે, જ્યારે બીજી તરફ પોલીસે યુવક પર સરકારી કામમાં અવરોધ અને અધૂરો વીડિયો વાઈરલ કરવાનો આક્ષેપ કર્યો છે.

App Store

પગની સર્જરી હોવા છતાં PSIએ દાદાગીરી કરી: યુવકનો આક્ષેપ:

મળતી માહિતી અનુસાર, નિકોલ વિસ્તારમાં રહેતો આશિષ કોસ્ટી નામનો યુવક તેના મિત્રની ફરિયાદ લખાવવા બોપલ પોલીસ સ્ટેશન ગયો હતો. આશિષે દાવો કર્યો હતો કે, પગમાં સર્જરી કરાવી હોવાથી હું લાંબો સમય ઊભો રહી શકે તેમ નહોતો, તેથી તે પોલીસ સ્ટેશનની બહાર પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ દરમિયાન સાદા કપડામાં રહેલા પોલીસકર્મીએ મને તુકારો આપ્યો હતો. ત્યારબાદ ત્યાં હાજર PSI જયેશે મને કહ્યું અહીં મારું ચાલશે, નીકળ લુખ્ખા કહ્યું હતું અને નામ લખીને અંદર પૂરી દેવાની ધમકી આપી હતી.' આ અંગે આશિષે ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિત ફરિયાદ કરી છે.

પોલીસનો વળતો પ્રહાર 

આ ઘટના અંગે બોપલ પોલીસ સ્ટેશનના PIએ પોલીસનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, યુવકે પોલીસ સ્ટેશનના ગેટ પાસે જ ગાડી પાર્ક કરી હતી, જેના કારણે પોલીસની ગાડી નીકળવામાં અડચણ આવતી હતી. જ્યારે તેને ગાડી હટાવવા અને નીચે ઉતરવા કહેવામાં આવ્યું, ત્યારે યુવકે પોલીસ સાથે તું-તાથી વાત કરી હતી અને ઉગ્ર બોલાચાલી કરી હતી. યુવકે જાણીજોઈને પોતાની ભૂલ છુપાવવા માટે મોબાઈલમાં અડધો જ વીડિયો રેકોર્ડ કર્યો અને તેને એડિટ કરીને વાઈરલ કર્યો છે.

અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ગાડી પર બેસવું તે શિસ્તની વિરુદ્ધ છે અને યુવકની તે રીત ખોટી હતી. જોકે, PSI દ્વારા કરવામાં આવેલા કથિત અપશબ્દોના ઉપયોગ અંગે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા પોલીસની કાર્યશૈલી અને નાગરિકોની શિસ્ત બંને મુદ્દે ચર્ચાઓ જાગી છે.