Ahmedabad news: PM મોદી આગામી 4-5 જુલાઈ ગુજરાતના પ્રવાસે, આ ઉદ્ઘઘાટન સમારોહમાં રહેશે ઉપસ્થિત

વડાપ્રધાન મોદી આગામી 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે આવશે. 4 જુલાઈએ અમદાવાદ એરપોર્ટ પરથી સીધા બાય રોડ સાણંદ જવાના છે. સાણંદ GIDCમાં સેમી કંડક્ટર પ્લાન્ટના કોમર્શિયલ પ્રોડક્શનના ઉદ્ઘઘાટન સમારોહમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીના આ મહત્વના કાર્યક્રમને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સાણંદ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત કરવામાં આવી રહી છે.
PM મોદી બાય રોડ સાણંદ જશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 જુલાઈએ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. 4 જુલાઈના રોજ તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સીધા માર્ગ મારફતે સાણંદ જશે. ત્યાં સાણંદ GIDC ખાતે સ્થાપિત સેમી કંડક્ટર પ્લાન્ટના કોમર્શિયલ પ્રોડક્શનના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રોજેક્ટ રાજ્ય તેમજ દેશના ઇલેક્ટ્રોનિક્સ અને સેમી કંડક્ટર ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
પોલીસ વિભાગનો ચાંપતો બંદોબસ્ત
વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે તૈયારીઓ તેજ કરી દીધી છે. કાર્યક્રમ સ્થળ તેમજ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. ટ્રાફિક વ્યવસ્થા, રૂટ પ્લાન અને અન્ય જરૂરી આયોજન પણ અંતિમ તબક્કામાં છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ વિભાગો સંકલન સાથે કામગીરી કરી રહ્યા છે.

