VIDEO : સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન, મેક ઈન ઈન્ડિયાની સફળતાની ગૂંજ સમગ્ર વિશ્વમાં પ્રસરશે : PM મોદી
પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર ગુજરાતની મુલાકાતે છે. PM મોદીએ સાણંદમાં કેઇન્સ સેમિકોનના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતા કહ્યું કે, સાણંદમાં બનાવવાવાળી વસ્તુ અમેરિકા જશે અને ત્યાંથી આખી દુનિયામાં ફેલાશે. ગત મહિનાના છેલ્લા દિવસે પણ સાણંદમાં હતો. આ મહિનાના અંતમાં પણ સાણંદમાં છું. 28 ફેબ્રુઆરીએ માઈક્રોનના પ્લાન્ટમાં પ્રોડક્શનની શરૂઆત થઈ. આજે 31 માર્ચે કેઈન્સ ટેકનોલોજીના સેમિકન્ડક્ટ પ્લાન્ટની શરૂઆત થઈ રહી છે. ભારત સેમિકન્ડક્ટર ઈકો સિસ્ટમ ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.
ભારતની કંપનીએ સેમીકન્ડક્ટર ચીપ બનાવવા રસ દાખવ્યો એનું પરિણામ આપણી સામે છે. આપણી ભારતની પોતાની કંપની ગ્લોબલ સેમી કન્ડક્ટરનો મજબૂત હિસ્સો બની ગઈ છે. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે નવો બ્રિજ બની ગયો છે. આ ખૂબ જ શાનદાર શરૂઆત છે. દરેક ભારતીયો માટે આ ગર્વની પળ છે. આવનારા સમયમાં ભારતની ઘણી કંપનીઓ ગ્લોબલ કોલોબ્રેશનના માધ્યમથી વિશ્વમાં અગત્યનો ભાગ ભજવશે. કેર્લિફોનિયાની કંપની માટે સાણંદનો આ પ્લાન્ટ ઇન્ટેલિજેન્ટ પાવર મોડ્યુલ આપી રહ્યો છે. મને જણાવવામાં આવ્યું કે, અહીં બનનનારો પહેલો જથ્થો નિકાસ માટે બુક થઈ ગયો છે.
સાણંદમાં બનનારા મોડ્યુલ અમેરિકાની કંપની સુધી પહોંચશે અને ત્યાંથી આખી દુનિયાને પાવર પહોંચાડશે. મેક ઈન ઈન્ડિયાની સફળતાની ગૂંજ દુનિયાના ખૂણે ખૂણે પહોંચશે. અહીં બનનારા ઈન્ટેલિજન્ટ પાવર મોડ્યુલથી ભારત સમગ્ર વિશ્વમાં મજબૂત પાયો નાંખશે. આપણે કોરોના સમયે જ નક્કી કરી લીધું હતું કે સેમિકન્ડક્ટનો નવો હબ બનશે અને આત્મનિર્ભર બનશે. આ માત્ર ચીપ સુધી સીમિત નથી. એનો અર્થ છે કે એઆઈ, ઈલેક્ટ્રિક વ્હિકલ, ગ્રીન એનર્જી, ડિફેન્સ, ઈલેક્ટ્રિક એવા અનેક સેક્ટરમાં આત્મનિર્ભરતાને બળ મળશે. આ ભારતના આત્મવિશ્વાસનું એલાન છે. એનું પરિણામ બધાની સામે છે.
21મી સદી પ્રારંભથી જ અનેક પડકારો લઈને આવી છે. મહામારી અને તણાવને પગલે ગ્લોબલ સપ્લાયને ભારે નુકસાન થયું છે. માનવતા સાથે જોડાયેલી વસ્તુ પર અસર થવાથી સમગ્ર માનવ જાતના વિકાસ પર પ્રભાવ પડયો છે. એટલા માટે ભારત જેવા ડેમોક્રેટિક દેશનું આ દિશામાં આગળ વધવું સમગ્ર વિશ્વના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વનો છે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટનું ઉદ્ઘાટન થતાં જ ગુજરાતમાં એક મહિનામાં જ બીજો સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ ગયો છે. કેઇન્સ સેમિકોનના પ્લાન્ટમાં દરરોજ 60 લાખ ચિપ્સનું પ્રોડક્શન થશે. જ્યારે માઇક્રોનમાં 2027 આવતા આવતા રોજ 10 લાખ ચિપ્સનું પ્રોડક્શન થવા લાગશે.
દેશના 6 રાજ્યોમાં 1.60 લાખ કરોડના 10 પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે. કેન્સ અને માઈક્રોનનો પ્રોજેક્ટ પણ આનો હિસ્સો છે. સેમી કન્ડક્ટર ચીપ ડિઝાઈન અને મેન્યુફેક્ચરિંગમાં આત્મનિર્ભરતાથી અનેક કાર્યો માટે ભારતનું વિશ્વમાં અનોખું સ્થાન છે. હું આ દાયકાને એટલે કે ડિકેડને ભારતનો ટેકેટ કહું છું, AI મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. આપણે ટેકને એક્સપ્લોર કરીએ છીએ. ફિનટેકમાં થતું કામ ભારતીય ભરોસાને જોઈએ છીએ. 21 સદીનું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં પણ બદલાવનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. અમારી નીતિ અને નિર્ણય ટેકનોલોજી અને એનર્જી સિક્યોરિટીનો મજબૂત પાયો નાંખી રહી છે.
હું આ દાયકાને એટલે કે ડિકેડને ભારતનો ટેકેટ કહું છું, AI મામલે ભારત દુનિયામાં સૌથી આગળ છે. આપણે ટેકને એક્સપ્લોર કરીએ છીએ. ફિનટેકમાં થતું કામ ભારતીય ભરોસાને જોઈએ છીએ. 21 સદીનું ભારત માત્ર બદલાવનું સાક્ષી નહીં પણ બદલાવનું નેતૃત્વ કરવા તરફ આગળ વધી રહ્યું છે. અમારી નીતિ અને નિર્ણય ટેકનોલોજી અને એનર્જી સિક્યોરિટીનો મજબૂત પાયો નાંખી રહી છે.

