Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Patient's family members attack guard at Ahmedabad Civil Hospital

VIDEO : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોએ ગાર્ડ પર કર્યો હુમલો

Timeછેલ્લું અપડેટ : 17 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે હોસ્પિટલના નિયમોનું પાલન કરાવવા બાબતે દર્દીના પરિવારજનો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ઉગ્ર મારામારી થતાં મહિલા સિક્યોરિટી ગાર્ડ સહિત અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીના જણાવ્યા અનુસાર, 15 જૂને પાસ વગર પ્રવેશવાના મુદ્દે અને 16 જૂને ટ્રોમા સેન્ટરમાં પાર્કિંગ બાબતે વિવાદ સર્જાયો હતો, જેમાં ત્રણ વ્યક્તિઓએ સિક્યોરિટી સ્ટાફ સાથે મારામારી કરીને તેઓને માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. દરરોજ ૩૦૦થી ૪૦૦ ઇમરજન્સી કેસ ધરાવતા આ સેન્ટરમાં દર્દીઓની સુરક્ષા માટે આઇકાર્ડ અને પાસની વ્યવસ્થા અમલમાં છે, તેમ છતાં આવી હિંસક ઘટના બનતા તંત્ર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલ પરિસરમાં મહિલા કર્મચારીઓની સુરક્ષા અને અસામાજિક તત્વોના આતંકને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.

App Store