VIDEO : ગુજરાત પર બેવડું સંકટ: 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન, અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમાં ઓરેન્જ એલર્ટ
સોર્સ : gstv
રાજ્યમાં આગમી ચાર દિવસ ગાજવીજ અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સંજોગોમાં આજે અને આવતીકાલે ગુજરાત રિજિયન, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ૩૯ ડિગ્રી તાપમાન વચ્ચે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. બીજી તરફ, આગામી ૪ જૂનથી કેરળમાં ચોમાસાનું વિધિવત આગમન થવાના સંકેતો મળી રહ્યા છે.

