Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : NSUI protest against St. Xavier's College in Ahmedabad

VIDEO: અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે એનએસયુઆઇનો મોરચો

Timeછેલ્લું અપડેટ : 02 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજ અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ વચ્ચે પ્રવેશ પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદને કારણે હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ઝેવિયર્સ કોલેજ પ્રસાશને GCAS પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરતા દાવો કર્યો છે કે, કોલેજ ઓટોનોમસ હોવાથી તેને સ્વતંત્ર પ્રવેશ આપવાનો હક છે.

App Store

વધુમાં GCASની પ્રક્રિયા અત્યંત ધીમી અને ક્ષતિભરેલી હોવાથી શૈક્ષણિક કાર્ય પર અસર પડે છે. બીજી તરફ, GCAS તમામ પ્રવેશ પોતાના જ પોર્ટલ દ્વારા કરવા મક્કમ છે, જેને પગલે NSUI દ્વારા કોલેજ કેમ્પસમાં ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આ મામલો હાલ કોર્ટમાં હોવાથી ત્રણ હજારથી વધુ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ અટવાયા છે, જેમને ધ્યાને રાખીને કોલેજ અને સરકાર વહેલી તકે આ ગૂંચવણ દૂર કરે તેવી માંગ ઉઠી રહી છે.