Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : New twist in Ahmedabad Nikol jewellery case

VIDEO Breaking : 'હોશમાં આવી ત્યારે કપડાં અસ્તવ્યસ્ત હતા', Ahmedabad નિકોલ જ્વેલરી કેસમાં નવો વળાંક

Timeછેલ્લું અપડેટ : 10 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી જ્વેલરી શોરૂમમાંથી 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના ચોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસની આરોપી હર્ષિદા શેટ્ટીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. હર્ષિદાનો દાવો છે કે તેની ધરપકડ માણેકચોકથી નહીં પરંતુ દિલ્હીની એક હોટલમાંથી કરવામાં આવી હતી. અરજી મુજબ, મહિલા પોલીસ વિના તેને દિલ્હીથી અમદાવાદ લાવવામાં આવી હતી અને દિલ્હી-જયપુર હાઈવે પર કંઈક ખવડાવ્યા બાદ તે બેભાન થઈ ગઈ હતી. હોશમાં આવ્યા ત્યારે તેના કપડાં અસ્તવ્યસ્ત હોવાનું પણ તેણે જણાવ્યું છે. બીજી તરફ, સરકારી વકીલે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી કહ્યું કે આરોપીએ શરૂઆતમાં મેજિસ્ટ્રેટ સમક્ષ આવી કોઈ ફરિયાદ કરી નહોતી. હાઈકોર્ટે સમગ્ર મામલે તપાસ અધિકારીનો રિપોર્ટ માંગ્યો છે તેમજ દિલ્હીની હોટલના CCTV ફૂટેજ સુરક્ષિત રાખવાની માંગ અંગે 25 જૂને વધુ સુનાવણી હાથ ધરશે.

App Store