Video: ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરી અંગે મળી બેઠક. વર્તમાન અને ભવિષ્યના કામ અંગે કરાઈ ચર્ચા

અમદાવાદના મહત્વાકાંક્ષી ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરીને લઈને આજે રિવરફ્રન્ટ હાઉસ ખાતે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, મેયર હિતેશ બારોટ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ સહિતના ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખારીકટ કેનાલ પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેનાલની આસપાસ સર્વિસ રોડનું યોગ્ય આયોજન કરવાની સાથે ભારે વાહનોથી રસ્તાને નુકસાન ન થાય તે માટે LMV વ્યવસ્થા, હાઇટ રિસ્ટ્રિક્શન, કેપ્સ્યુલ ડિઝાઇન અને એક્સેસ કંટ્રોલની વ્યવસ્થા વિકસાવવા સૂચનો કરાયા હતા. આ ઉપરાંત, વરસાદી પાણીના નિકાલના કાયમી ઉકેલ માટે ડ્રેનેજ અને સ્ટોર્મ વોટરના કામોને પ્રાથમિકતા આપી ઝડપથી અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા નિર્ણય લેવાયો હતો.











