Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : List of 18 thousand candidates qualified for Gujarat Police LRD recruitment, document verification announced

ગુજરાત પોલીસ LRD ભરતી, દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય 18 હજાર ઉમેદવારોની યાદી જાહેર

Timeછેલ્લું અપડેટ : 14 Aug 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત પોલીસ LRD ભરતી, દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય 18 હજાર ઉમેદવારોની યાદી જાહેર
સોર્સ : gstv

ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની 14 જૂન, 2026ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ ગત 11 જુલાઈ, 2026ના રોજ જાહેર કર્યા હતા. ભરતી બોર્ડે શુક્રવારે(14 ઓગસ્ટે) લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

App Store

LRD ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અનુસારુ, લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાનું મેરિટ જાહેર કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 12733 ખાલી જગ્યા માટે પ્રથમ તબક્કામાં કુલ 18322 ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્વોલિફાય થયા છે. ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in/ વધુ માહિતી મેળવી શકશે.

image.png

2.63 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી

રાજ્યમાં પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટે 14 જૂને 879 શાળા/કૉલેજોમાં 2.63 લાખથી વધુ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાઈ હતી. લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89,405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2,63,345 લાખથી વધુ ઉમેદવારોએ LRDની લેખિત પરીક્ષા આપી હતી.

image.png

લોકરક્ષક કેડર (Lok Rakshak Cadre) - કુલ 12,733 જગ્યા

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
જેલ સિપાહી (પુરુષ): 300
જેલ સિપાહી (મહિલા /મેટ્રન): 31