Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In Ahmedabad, Vijay sat on the road near Char Road, questioning the work of the Municipal Corporation

VIDEO: અમદાવાદમાં મનપાની કામગીરી પર સવાલ વિજય ચાર રસ્તા પાસે રોડ બેસી ગયો

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલ્લી પડી છે. વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ તરફ જતા માર્ગ પર રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ અહીં ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ મનપા દ્વારા કરવામાં આવેલી વેઠિયા કામગીરીના કારણે આજે રોડ બેસી ગયો છે. ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ રોડને વ્યવસ્થિત રીતે પેક કરવાની તસ્દી પણ તંત્રએ લીધી નથી. આ ગંભીર બેદરકારી બાદ તંત્રએ માત્ર એક બેરિકેટ મૂકીને સંતોષ માન્યો છે, જેના કારણે વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે અને સ્થાનિકોમાં તંત્રની નબળી કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store