VIDEO: અમદાવાદમાં લગ્નની લાલચ આપી મહિલા સાથે રૂ. ૧૯.૯૧ લાખ અને ૧૮ તોલા સોનાની છેતરપિંડી: બે ભાઈઓ સામે ગુનો દાખલ
સોર્સ : gstv
અમદાવાદમાં લગ્નની લાલચ આપી મહિલા સાથે લાખોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપી રાહુલ પટેલે પત્નીને છૂટાછેડા આપી લગ્ન કરવાની ખાતરી આપીને મહિલાનો વિશ્વાસ જીત્યો હતો. ફરિયાદ મુજબ આરોપીએ અલગ-અલગ બહાના હેઠળ મહિલા પાસેથી 19 લાખ 91 હજાર રૂપિયા રોકડા અને 18 તોલા સોનું મેળવી લીધું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે લગ્નનું વચન આપી તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ પણ બાંધવામાં આવ્યા હતા. સમગ્ર મામલે રાહુલ પટેલ અને તેના ભાઈ પિયુષ સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કેસ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

