VIDEO: અમદાવાદમાં વેપારીને કારમાં બંધક બનાવી, ગળા પર ઘા ઝીંકી ૬૪ લાખની લૂંટ
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક અતિ ચકચારી અને સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. વેપારના બહાને અમદાવાદ બોલાવાયેલા એક વેપારી પાસેથી અંદાજે રૂપિયા ૬૪ લાખની કિંમતનું ૫૦૦ ગ્રામ સોનું લૂંટીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. આ મામલે હવે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધવામાં આવ્યો છે.ભોગ બનનાર ફરિયાદીના જણાવ્યા અનુસાર, આરોપીઓએ તેમને અને તેમના મિત્રને વિશ્વાસમાં લઈ કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ ચાલુ કારે બંનેને ઢોર માર મારી, ફરિયાદીના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીંકીને જીવલેણ હુમલો કર્યો હતો.આરોપીઓ ડરાવી-ધમકાવીને કિંમતી સોનું આંચકી ચાલુ કારે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. લોહીલુહાણ હાલતમાં વેપારીએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. હાલમાં એરપોર્ટ પોલીસે આ ગંભીર મામલાને પગલે અલગ-અલગ ટીમો બનાવીને લૂંટારુઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

