Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : https://bit.ly/AhmedabadGasRush

VIDEO: નરોડા પાટિયા પાસે ગૅસ એજન્સી પર લોકોની ભારે ભીડ, પોલીસ બોલાવવાની પડી નોબત; જાણો શું છે સમગ્ર મામલો

Timeછેલ્લું અપડેટ : 13 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં આવેલી એક ગૅસ એજન્સી પર આજે વહેલી સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગૅસ સિલિન્ડર મેળવવા માટે મુસાફરો અને સ્થાનિક લોકોની લાંબી કતારો લાગી હતી. સ્થિતિ એટલી હદે વણસી હતી કે ભીડને કાબૂમાં લેવા માટે અંતે પોલીસની મદદ લેવી પડી હતી.

App Store

ઓનલાઈન બુકિંગ ઠપ થતા એજન્સી પર ધસારો
લાઈનમાં ઊભેલા લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી ગેસ સિલિન્ડરનું ઓનલાઈન બુકિંગ થઈ રહ્યું નથી. વારંવાર પ્રયત્ન કરવા છતાં બુકિંગ ન થતા અને ઘરમાં ગૅસની અછત વર્તાતા લોકો મજબૂર બનીને એજન્સી પર રૂબરૂ પહોંચ્યા છે. આશરે 100થી વધુ લોકો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.

એજન્સી માલિકની સ્પષ્ટતા: "જથ્થો પર્યાપ્ત છે, ગભરાશો નહીં"
આ સમગ્ર મામલે ગૅસ એજન્સીના પાર્ટનર ભગવાનદાસ સિદરાણીએ જણાવ્યું હતું કે, "લોકોએ પેનિક (Panic) થવાની જરાય જરૂર નથી. એજન્સી પાસે ગૅસનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. પરંતુ સોશિયલ મીડિયા અથવા અન્ય અફવાઓને કારણે લોકોમાં ભય ફેલાયો છે કે ગૅસ મળવો બંધ થઈ જશે, જેના કારણે આટલી મોટી ભીડ એકઠી થઈ છે."

પોલીસ બંદોબસ્ત વચ્ચે વિતરણ
ભીડમાં વધારો થતા અને લોકો વચ્ચે બોલાચાલી થવાની શક્યતાને જોતા તકેદારીના ભાગરૂપે પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીમાં વ્યવસ્થિત રીતે લાઈન કરાવીને વિતરણ પ્રક્રિયા શરૂ રાખવામાં આવી છે. એજન્સી સંચાલકોએ ખાતરી આપી છે કે તમામ નોંધાયેલા ગ્રાહકોને સિલિન્ડર મળી રહેશે.