ગુજરાત પોલીસમાં નોકરીની સુવર્ણ તક! લોકરક્ષકની 3000 જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર

ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતાં એસ્પિરન્ટ માટે ખુશીના સમાચાર છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ(GPRB) દ્વારા લોકરક્ષક કેડર(LCR 2026-27)ની કુલ 3000 જગ્યાઓ પર સીધી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. GPRBએ અરજીથી લઈ શારીરિક અને લેખિત પરીક્ષાનો સંભવિત કાર્યક્રમ જાહેર કર્યો છે.
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી
GPRB અનુસાર, રાજ્યમાં લોકરક્ષક કેડરની પોલીસ ભરતી બોર્ડે જાહેરાત કરી છે. જેમાં 1000 બિન હથિયારી લોકરક્ષક, 1000 હથિયારી લોકરક્ષક અને 1000 SRPF જગ્યાઓ ભરતી માટે સંભવિત તારીખ જાહેર કરી છે.
જાહેરાતની સંભવિત સમય: સપ્ટેમ્બર-ઓક્ટોબર - 2026
શારીરિક કસોટીની સંભવિત તારીખ: ડિસેમ્બર-2026/ જાન્યુઆરી-2027
લેખિત પરીક્ષા સંભવિત તારીખ: માર્ચ/એપ્રિલ-2027
આ ભરતી માટે ધોરણ 12 પાસ અને સમકક્ષ પરીક્ષા પાસ કરેલા ઉમેદવારો અરજી કરી શકશે. ભરતી સંબંધિત વધુ માહિતી અને અપડેટ્સ બોર્ડની સત્તાવાર વેબસાઈટ https://gprb.gujarat.gov.in/ પરથી મેળવી શકાશે.

