ખાંડના ભાવ ઘટશે કે વધશે? ગુજરાત સરકારનું મોટું એક્શન, વેપારીઓમાં ફફડાટ!

દેશમાં ખાંડના વધતા ભાવ પર અંકુશ મેળવવાના સરકારના નીતિગત પગલાં બાદ ખાંડના ભાવમાં નરમ વલણ નોંધાયું છે. આ દરમિયાન ગુજરાતમાં ખાંડના ભાવો નિયંત્રમમાં લાવવા પુરવઠા વિભાગની ટીમ દ્વારા સમગ્ર રાજ્યમાં ખાંડ સ્ટોક લિમિટની તપાસ શરૂ કરી છે.
ખાંડના ભાવો નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સ્ટોક લિમિટની તપાસ
રાજ્યના અન અને નાગરિક પુરવઠા વિભાગની નિયામકની કચેરીની તપાસ ટીમ દ્વારા 27 ઓગસ્ટ 2026ના રોજ રાજકોટ શહેર ખાતે ખાંડના વેપારીઓ અને ડીલરોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવેલ છે. જેમાં સ્ટોકપત્રક સાથે હાજર જથ્થાનું મેળવણું કરી સ્ટોક 4000 ક્વિન્ટલની મર્યાદામાં છે કે નહીં તે તપાસવામાં આવી હતી. તેમજ ખાંડનો જથ્થો 1 માસથી વધારે સમયથી સંગ્રહ કરાયેલો છે કે નહીં, તેની તપાસવામાં આવી હતી.
આ સાથે જ ખાંડના તમામ વેપારીઓ અને ડીલરોને ભારત સરકારના પોર્ટલ https://foodstock.dfpd.gov.in પર નિયમિત રીતે ખાંડના જથ્થાની માહિતી અપલોડ કરવા સૂચના આપવામાં આવી છે. પુરવઠા વિભાગના સઘન ચેકિંગથી ખાંડની કાળાબજારી અને સંગ્રહખોરી કરનાર તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

